Top News

સુરેન્દ્રનગરના અડાળા ગામે ડૂબી જતાં યુવકનું કરુણ મોત

 સુરેન્દ્રનગરના અડાળા ગામે ડૂબી જતાં યુવકનું કરુણ મોત



સુરેન્દ્રનગર: જિલ્લાના આયલા તાલુકાના અડાળા ગામની સીમ વિસ્તારમાં દુઃખદ ઘટના બની છે. આશરે 40 ફૂટ ઊંડા કૂવામાં ડૂબી જતાં એક યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ યુવક કોઈ કારણસર કૂવામાં ઉતર્યો હતો, દરમિયાન તે ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. ભારે જહેમત બાદ યુવકને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.



બનાવ અંગે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પોલીસ સમગ્ર ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.

Previous Post Next Post

Crime News

Sports