Top News

હોર્મુઝની ખાડીમાં UAEના બે તેલ ટેન્કર પર ઈરાનનો હુમલો, એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત

 હોર્મુઝની ખાડીમાં UAEના બે તેલ ટેન્કર પર ઈરાનનો હુમલો, એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત



તેહરાન/દુબઈ: હોર્મુઝની ખાડીમાં યુએઈના બે તેલ ટેન્કરો પર થયેલા હુમલામાં એક ભારતીય ક્રૂ સભ્યનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે છ ભારતીય સહિત કુલ આઠ લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, હુમલા બાદ ટેન્કરોમાં ભારે નુકસાન થયું હતું. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સંબંધિત દેશોની સુરક્ષા એજન્સીઓ અને દરિયાઈ સત્તાધીશો દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.



આ ઘટનાને પગલે હોર્મુઝની ખાડી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ભારતીય નાગરિકોને લઈને ભારત સરકાર પણ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે.


ઘટનાના ચોક્કસ કારણો અને હુમલા અંગેની વધુ વિગતો સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે.

Previous Post Next Post

Crime News

Sports