Top News

ગેરકાયદેસર હથિયારોના વેચાણ કરતી ‘વેપન કાર્ટેલ’ના વધુ એક શખ્સની ધરપકડ

 તારીખ: 14 જુલાઈ, 2026

સ્થળ: રાજકોટ

ગેરકાયદેસર હથિયારોના વેચાણ કરતી ‘વેપન કાર્ટેલ’ના વધુ એક શખ્સની ધરપકડ



રાજકોટ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ગેરકાયદેસર હથિયારોના વેચાણ સાથે સંકળાયેલા કથિત ‘વેપન કાર્ટેલ’ સામેની કાર્યવાહી દરમિયાન વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે વાજડી ગામ ખાતે રહેતા સંદીપ પરમાર નામના શખ્સને ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, એક મોબાઇલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.



પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ગેરકાયદેસર હથિયારોના વેચાણના નેટવર્ક સાથે સંકળાયેલ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અંગે વધુ તપાસ ચાલુ રાખી છે.


– સ્વરાજ ટુડે ન્યૂઝ

સત્ય, પારદર્શક અને નિષ્પક્ષ સમાચાર

Previous Post Next Post

Crime News

Sports