અરબી સમુદ્રમાં હેલિકોપ્ટર દુર્ઘટના, યુએસ પાઇલટનું મોત
વોશિંગ્ટન: અરબી સમુદ્રમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અમેરિકન સેનાના એક પાઇલટનું મોત થયું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. જ્યારે હેલિકોપ્ટરમાં સવાર અન્ય ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, નિયમિત કામગીરી દરમિયાન હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. ઘટનાની જાણ થતાં બચાવ અને શોધખોળ માટે તાત્કાલિક રેસ્ક્યૂ ટીમોને રવાના કરવામાં આવી હતી.
બચાવ દળોએ હેલિકોપ્ટરમાં સવાર ત્રણ લોકોને જીવિત બહાર કાઢ્યા હતા, જ્યારે પાઇલટને બચાવી શકાયા નહોતા. ઘાયલોને સારવાર માટે નજીકની તબીબી સુવિધામાં ખસેડવામાં આવ્યા છે.
અમેરિકી સૈન્ય દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
.jpeg)
