Top News

મોરબી ખાતે શ્રી રામધૂન ભજન મંડળ દ્વારા ભક્તિમય કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

 મોરબી ખાતે શ્રી રામધૂન ભજન મંડળ, મોરબી દ્વારા ભક્તિભાવ અને સમાજસેવાના ઉમદા હેતુ સાથે રામધૂન ભજન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

 કાર્યક્રમમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રામભક્તો, મહિલાઓ, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહી ભક્તિરસનો લાભ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન “શ્રી રામ જય રામ જય જય રામ” ના અખંડ નામસ્મરણ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભજન મંડળના કલાકારોએ મધુર ભજનો રજૂ કરતાં ઉપસ્થિત સૌ ભાવવિભોર બની ગયા હતા. કાર્યક્રમ દરમિયાન દેશ, સમાજ અને ખેડૂતોના સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

શ્રી રામધૂન ભજન મંડળ, મોરબીના સંચાલક તરશીભાઈ સેરશીયા (મો. ૯૯૭૯૭ ૩૩૫૮૮)એ જણાવ્યું હતું કે, મંડળમાં જે પણ આવક થશે તેનો ઉપયોગ ગાયોના ઘાસ-ચારા, પક્ષીઓની ચણ તથા અન્ય સારા સમાજોપયોગી કાર્યો માટે કરવામાં આવશે. આ પહેલને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

કાર્યક્રમના અંતે આયોજકોએ તમામ ભક્તજનો, દાતાશ્રીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વિસ્તાર “ જય સરદાર” ગુંજી ઉઠ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


Previous Post Next Post

Crime News

Sports