Top News

શ્રી નાની બરાર તાલુકા શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

શ્રી નાની બરાર તાલુકા શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

આજરોજ તા. 10/08/2026 ને સોમવારના રોજ માળિયા તાલુકાની શ્રી નાની બરાર તાલુકા શાળામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વન્યજીવ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા અને એશિયાટિક સિંહના મહત્વને સમજાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ ફેફર દ્વારા વિદ્યાર્થીઓને સિંહ દિવસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે ગુજરાતની ઓળખ સમાન એશિયાટિક સિંહનું સંરક્ષણ આપણી સૌની જવાબદારી છે. જંગલોનું રક્ષણ કરવાથી જ સિંહનું અસ્તિત્વ ટકી રહેશે.

કાર્યક્રમ દરમિયાન આચાર્યશ્રી દ્વારા હાજર સૌને સિંહ સંવર્ધન અને વન્યજીવ સંરક્ષણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સૌએ "જંગલ બચાવો, સિંહ બચાવો"ના નારા સાથે પ્રતિજ્ઞા લીધી.

કાર્યક્રમના અંતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહ દિવસ આધારિત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આવા કાર્યક્રમોથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના કેળવાય છે. સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

أحدث أقدم

Crime News

Sports