Top News

ગોંડલમાં પોલીસના ધરમાં જ ચાલતું હતું જુગારધામ, IGની રેડમાં મોટો પર્દાફાશ

 ગોંડલમાં પોલીસના ધરમાં જ ચાલતું હતું જુગારધામ, IGની રેડમાં મોટો પર્દાફાશ


ગોંડલ, તા. 15 જુલાઈ: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં પોલીસ કર્મચારીના રહેણાંક મકાનમાં ચાલી રહેલા કથિત જુગારધામનો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી IGના નેતૃત્વમાં કરવામાં આવેલી વિશેષ રેડ દરમિયાન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા અનેક લોકોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ 13 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત, સમગ્ર ઘટનામાં સંડોવણી અને બેદરકારીના આરોપોને ધ્યાનમાં રાખીને 6 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પરથી જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ પોલીસ તંત્રમાં પણ ચકચાર મચાવી છે. ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને, ભલે તે પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોય, છોડવામાં આવશે નહીં.



– સ્વરાજ ટુડે ન્યૂઝ

Previous Post Next Post

Crime News

Sports