Top News

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, વૈશ્વિક બજારની અસર ભારતીય કોમોડિટી માર્કેટ પર

  સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, વૈશ્વિક બજારની અસર ભારતીય કોમોડિટી માર્કેટ પરઅને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક નાણાકીય બજારોની સાથે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર પણ જોવા મળી રહી છે.

 આજના ટ્રેડિંગ સેશન દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

MCX પર સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,43,478 પ્રતિ 10 ગ્રામ હતો. આજના કારોબારમાં સોનાએ ₹1,42,633ની ઊંચી સપાટી (High) અને ₹1,41,557ની નીચી સપાટી (Low) નોંધાવી હતી.



તે જ રીતે ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,22,664 પ્રતિ કિલોગ્રામ હતો. આજના કારોબારની શરૂઆત ₹2,18,648ના સ્તરે થઈ હતી. ટ્રેડિંગ દરમિયાન ચાંદીએ ₹2,18,667ની ઊંચી સપાટી અને ₹2,17,277ની નીચી સપાટી નોંધાવી હતી.

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક રાજકીય અનિશ્ચિતતા, ડોલરની ચાલ અને આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં આવેલા ઉતાર-ચઢાવના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વૈશ્વિક પરિસ્થિતિના આધારે સોના અને ચાંદીના ભાવમાં વધુ ફેરફાર થવાની શક્યતા છે.


– સ્વરાજ ટુડે ન્યૂઝ

Previous Post Next Post

Crime News

Sports