ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર અને સફળ કોચ સ્ટીફન ફ્લેમિંગ ફરી એકવાર સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયા છે. હવે તેઓ સુપર કિંગ્સ ગ્રુપની રાજસ્થાન ટીમના મુખ્ય કોચ તરીકે જવાબદારી સંભાળશે.
ફ્લેમિંગ લાંબા સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે અને તેમના માર્ગદર્શન હેઠળ ટીમે અનેક IPL ખિતાબ જીત્યા છે. તેમના અનુભવ અને વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને સુપર કિંગ્સ મેનેજમેન્ટે રાજસ્થાન ટીમની કમાન પણ તેમને સોંપી છે.
ટીમના મેનેજમેન્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ફ્લેમિંગના નેતૃત્વ હેઠળ રાજસ્થાન ટીમ વધુ મજબૂત પ્રદર્શન કરશે અને આગામી ટૂર્નામેન્ટમાં નવા લક્ષ્યાંકો હાંસલ કરશે.
– સ્વરાજ ટુડે ન્યૂઝ
.jpeg)
