Top News

જેતપર ગામમાં હકાભા ગઢવીને આવવાની ના પાડવામાં આવી હોવાની ચર્ચા, ખેડૂતોની સ્પષ્ટતા – “અમારી તરફથી કોઈ ના નથી”

 જેતપર ગામમાં હકાભા ગઢવીના આગમનને લઈને વિવાદાસ્પદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. 



કેટલાક વર્તુળોમાં એવી માહિતી પ્રસરી રહી છે કે ગામના આગેવાનો દ્વારા હકાભા ગઢવીને ગામમાં આવવાની ના પાડવામાં આવી છે.

જોકે, આ મુદ્દે કેટલાક ખેડૂતો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમની તરફથી હકાભા ગઢવીને ગામમાં આવવાની કોઈ ના પાડવામાં આવી નથી. ખેડૂતોનું કહેવું છે કે તેમના નામે ફેલાઈ રહેલી વાતો હકીકતથી પર છે અને તેમની તરફથી કોઈ પ્રતિબંધ કે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો નથી.

હકાભા ગઢવીએ પણ જણાવ્યું છે કે તેમને ખેડૂતો તરફથી જાણ કરવામાં આવી છે કે ગામમાં આવવા અંગે કોઈ ના પાડવામાં આવી નથી. સમગ્ર મામલે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે અને સાચી હકીકત જાણવા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.


https://youtu.be/1YRh6eUXJIY?si=_MWPgggrM9A_qP4t


– સ્વરાજ ટુડે ન્યૂઝ


أحدث أقدم

Crime News

Sports