મોરબી જિલ્લામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, વિવિધ એજન્સીઓ સાથે સંયુક્ત કાર્યવાહી
મોરબી, તા. 15 જુલાઈ: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા ગુનાખોરી પર અંકુશ લાવવાના હેતુથી જિલ્લા પોલીસ દ્વારા વધુ એક વખત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
શહેરના કાતીડા પ્લોટ સહિતના વિસ્તારોમાં યોજાયેલા આ ઓપરેશનમાં સીટી ‘એ’ ડિવિઝન, સીટી ‘બી’ ડિવિઝન, તાલુકા પોલીસ, માળિયા પોલીસ, એસઓજી (SOG) તેમજ એલસીબી (LCB) સહિતની વિવિધ પોલીસ ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.
કોમ્બિંગ દરમિયાન પોલીસની ટીમોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો, શંકાસ્પદ પ્રવૃત્તિઓ તેમજ વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઉપરાંત ગુનેગારોના રહેણાંક સ્થળોએ પણ તપાસ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આવા કોમ્બિંગ ઓપરેશનનો મુખ્ય હેતુ જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો, ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો તેમજ અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવાનો છે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી પ્રકારની સંયુક્ત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
– સ્વરાજ ટુડે ન્યૂઝ

.jpeg)
.jpeg)