Top News

ખેડૂતોના હિતોની લડત લડનારા શ્રી પ્રવિણ રામને આમ આદમી પાર્ટી કિસાન મોરચાના અધ્યક્ષ બનવા બદલ અભિનંદન

 ખેડૂતોના હક્ક અને હિતોની લડાઈ માટે સતત સંઘર્ષ કરતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને ૧૦૮ દિવસ સુધી જેલવાસ ભોગવ્યા બાદ પણ અડગ મનોબળ સાથે કાર્યરત રહેલા શ્રી પ્રવિણ રામને આમ આદમી પાર્ટી કિસાન મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવતા તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

શ્રી પ્રવિણ રામે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા, તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવા અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત સંઘર્ષ કર્યો છે. તેમના આ નિષ્ઠાપૂર્વકના કાર્ય, સંઘર્ષશીલ વ્યક્તિત્વ અને ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતાને માન્યતા આપતા પક્ષ દ્વારા તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

તેમના નેતૃત્વ હેઠળ કિસાન મોરચા વધુ મજબૂત બનશે તેમજ ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે અસરકારક કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.

શ્રી પ્રવિણ રામને નવી જવાબદારી માટે ફરી એકવાર હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ.





أحدث أقدم

Crime News

Sports