Top News

થાઈલેન્ડના બેંગકોકમાં નાઇટક્લબમાં ભીષણ આગ: 27નાં મોત, 63થી વધુ લોકો ઘાયલ

 થાઈલેન્ડના બેંગકોકમાં નાઇટક્લબમાં ભીષણ આગ: 27નાં મોત, 63થી વધુ લોકો ઘાયલ રાજધાની બેંગકોકના ચતુચક વિસ્તારમાં આવેલી એક જાણીતી નાઇટક્લબમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. 

આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ક્લબ થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગયો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 27 લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે 63થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતા ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અને સંબંધિત અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ દુર્ઘટનાને પગલે થાઈલેન્ડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક પ્રશાસને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે.


– સ્વરાજ ટુડે ન્યૂઝ

أحدث أقدم

Crime News

Sports