થાઈલેન્ડના બેંગકોકમાં નાઇટક્લબમાં ભીષણ આગ: 27નાં મોત, 63થી વધુ લોકો ઘાયલ રાજધાની બેંગકોકના ચતુચક વિસ્તારમાં આવેલી એક જાણીતી નાઇટક્લબમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ક્લબ થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગયો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 27 લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે 63થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતા ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ દુર્ઘટનાને પગલે થાઈલેન્ડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક પ્રશાસને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે.
– સ્વરાજ ટુડે ન્યૂઝ
.jpeg)
