Top News

“ગામનો વિકાસ જ મારી પ્રથમ પ્રાથમિકતા છે” – આ ભાવનાને સાકાર કરતાં સરપંચ અનસોયાબેન મનસુખભાઈ હોથી પીઠડ ગામને વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા શિખરો સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે.

જોડિયા તાલુકાના પીઠડ ગામે વિકાસની નવી દિશા તરફ સતત આગળ વધી રહ્યું છે. ગામના યુવા અને દુરંદેશી સરપંચ અનસોયાબેન મનસુખભાઈ હોથીના નેતૃત્વ હેઠળ ગામમાં અનેક વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 




ગામના લોકોને મૂળભૂત સુવિધાઓ સરળતાથી મળી રહે અને પીઠડ ગામ સર્વાંગી વિકાસના માર્ગે આગળ વધે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

ગામમાં રસ્તાઓ, સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, શિક્ષણ અને અન્ય જાહેર સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે વિવિધ વિભાગોમાં રજુઆતો કરી અને વિકાસના કામોને ગતિ આપવામાં આવી રહી છે. સરપંચ અનસોયાબેન હોથી લોકોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી, સમયસર તેનું નિરાકરણ લાવવા માટે સતત કાર્યરત રહે છે.

તેમની કાર્યશૈલી, સમર્પણ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે આજે પીઠડ ગામ જોડિયા તાલુકાના ગામોમાં વિકાસના ક્ષેત્રે પ્રથમ ક્રમે સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. ગામના સર્વાંગી વિકાસ માટે તેમનો ઉત્સાહ અને સેવાભાવ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.

“ગામનો વિકાસ જ મારી પ્રથમ પ્રાથમિકતા છે” – આ ભાવનાને સાકાર કરતાં સરપંચ અનસોયાબેન મનસુખભાઈ હોથી પીઠડ ગામને વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા શિખરો સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે.

Post a Comment

Previous Post Next Post

Crime News

Sports